કોટડા (મઢ) ફાટક નજીક 20 બાટલી દારૂ સાથે એક ઈસમ પકડાયો, બે ઇસમો હાથ ન આવ્યા

ભુજ, લખપત તાલુકાના કોટડા (મઢ) ફાટક પાસે સ્થાનિક દયાપર પોલીસે દરોડો પાડીને નવાનગર પાન્ધ્રોના મનસુખ ભીખાજી રાજગોર નામના યુવકને દારૂની 20 બાટલી સાથે ઝડપી પાડ્યો હતો. કેસના અન્ય બે ઈસમ નવાનગરનો મુકેશ ભીખાજી હેડવા અને ભુજનો ધર્મેશ રાજેશ પંડયા હાથમાં આવ્યા ન હતા.પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ પછી ત્રણેય ઈસમ સામે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. બનાવના સમયે હાથમાં ન આવેલા બન્ને ઈસમને પકડવા માટેના પ્રયાસો અવિરત રખાયા છે.