ભુજમાં સાગર સિટિ વિસ્તારમાં બોલાવવાનું બંધ કરતાં યુવાન ઉપર હુમલો

ભુજ શહેરમાં મુંદરા રોડ સ્થિત સાગર સિટિ વિસ્તારમાં મયંક (મહેક) જયંતિભાઇ ચૌહાણ (રાજપૂત) નામના 20 વર્ષીય યુવાન ઉપર પડોશમાં રહેતા કુલદિપાસિંહ બાલુભા જાડેજા નામના શખ્સે હાથ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર યુવકને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેણે કુલદિપાસિંહ સામે બી. ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. મયંક (મહેક)ના પિતાએ ના પાડી હોવાથી તેણે કુલદિપસિંહ સાથે બોલવાનું બંધ કરતા તે બાબતે હુમલો કરાયો હોવાનું પોલીસમાં નોંધાવાયું છે.