ભુજમાં 133 બોટલ શરાબ પકડાયો : શખ્સ ફરાર

ભુજ શહેરમાં વાલ્મીકીનગર વિસ્તારમાં સ્થાનિક બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ. 25,550 ની કિંમતનો દારૂ રહેણાંકના મકાનમાંથી પકડી પાડ્યો હતો. શખ્સ સગની મંજાલ રાજપુત હાથમાં આવ્યો ન હતો. પોલીસ સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર દરોડાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શખ્સ સગની રાજપુતના મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારની દારૂની 133 બોટલ ઝડપી પડાઈ હતી. દરોડા દરમિયાન હાથમાં ન આવેલા શખ્સ સામે ગુનો નોંધણી કરી તેને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.