ભુજ શહેરમાં મિનિ ટેમ્પો હડફેટે માધાપરના સાઇકલ ચાલક પ્રૌઢનું જીવનદીપ બુઝાયો

ભુજ શહેરમાં ભીડનાકા બહાર માધાપર તરફ જતા ધોરીમાર્ગ ઉપર હિતેન ધોળકીયા વિદ્યાલય નજીક સંજયનગરી ત્રણ રસ્તા નજીક મિનિ ટેમ્પો હડફેટે માધાપર ગામના સાઇકલ ચાલક જીતેશ રામજી હંસોરાએ જીવ ગુમાવ્યું હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ભોગ બનનારા પ્રૌઢ સાઇકલ ચલાવીને જઇ રહ્યા હતા. ત્યારે ડિવાઇડર પાસેના વળાંક ઉપર બપોરના અરસામાં અકસ્માત થયો હતો. ગંભીર ઇજા પામેલા આ હતભાગીનું બાદમાં જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ બનાવ બાબતે ભુજ બી. ડિવિઝન પોલીસે મિનિ ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.