ભુજ શહેરમાં હુમલાની ઘટનામાં ત્રણ શખ્સો ઘવાતાં સારવારમાં

ભુજ શહેરમાં ભીડનાકા બહાર દાદુપીર રોડ ઉપર ચાકીવાડી વિસ્તારમાં ત્રણ શખ્સે કરેલા હુમલામાં ત્રણ શખ્સો ઘવાયા હતા. જેમને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ બનેલા આ કિસ્સામાં કુલસુમબેન ઉમરભાઈ મમણ, ઈરશાદ રઝાક વીરા અને સાબીરા રઝાક વીરાને ઇજાઓ પહોચી હતી. આ ત્રણેયને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભોગ બનનારને હોસ્પિટલ ખસેડનારે પોલીસ સમક્ષ નોંધાવેલી પ્રાથમિક કેફિયત અનુસાર પડોશમાં રહેતા અલીમુદીન ચાકી અને તેના બે ભાઈએ આ હુમલો કર્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.