અંજારમાં વરલી મટકાનો જુગાર રમતો ઈસમ પકડાયો


અંજાર પોલીસે શહેરમાં વરલી મટકાનો આંકફેરનો જુગાર રમતા એક ઇસમને રોકડ રૂ. 1260 સાથે ઝડપી પાડ્યો હતો. શહેરના દેવળીયાનાકા વિસ્તારમાં વરલી મટકાનો આંક ફરકના જુગાર અંગે પોલીસે બપોરના અરસામાં તપાસ કરી જુગાર રમી રમાડતા અંતરજાળના સીરૂમલ ખીલુમલ ટીકીયાણી(સિંધી)ની અટક કરી હતી. ઝડપાયેલા ઈસમ પાસેથી ડાયરી,બોલપેન સાથે રૂ. 1260 સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા ઈસમ સામે જુગારધારાની કલમો તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.