ભચાઉના શિકારપૂર પાસેથી મૃત્યુ પામેલ નીલગાયના અવશેષો મળ્યા, મૃત્યુ વિજકરંટ થી થયું કે શિકારથી?
રાપરના પદમપરના સિમાડે નીલગાય નો શિકાર થયો હોવાનો પાંચ દિવસ પૂર્વેનો આ કિસ્સો હજુ ભૂલાયો નથી ત્યાં હવે ભચાઉ ના શિકારપૂરના રણવિસ્તારમાંથી મૃત્યુ પામેલી નીલગાયના ચાર પગ અને માથું મળી આવતા વનતંત્રમાં અરેરાટી મચી ગઈ છે. આ કિસ્સા અંગે જાણ થતાં ભચાઉના આરએફઓ રાણાભાઈ આયર બનાવ સ્થળે દોડી આવ્યા હતા. વનતંત્રએ મૃત્યુ પામેલી નીલગાયના અવશેષો એકત્ર કરી તેનું પીએમ કરાવવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે રાણાભાઈ કચ્છખબરને જણાવ્યુ હતું કે મૃત્યુ પામેલ નીલગાયના માથુ અને ચાર પગ સિવાયના બીજા કોઈ અંગો મળ્યા નથી. નજીકમાં વીજવાયરો આવેલો છે. વિજકરંટ લીધે અંદાજે બે-અઢી મહિના પૂર્વ નીલગાયનું મૃત્યુ થયું હોવાનું તેમણે શક્યતા દર્શાવી છે. બનાવ સંદર્ભે આસપાસ લોકોના નિવેદન પણ નોધ્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.