ભુજ શહેરમાં પાઇપ અને ધોકાથી ઘાતક હુમલામાં બે શખ્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત


ભુજ શહેરમાં વાણિયાવાડનાકા બહાર સલમાન ચા નામની દુકાન પાસે પોલીસ ફરિયાદ કરવા વિશેની અદાવતમાં લોખંડના પાઇપ અને ધોકા વડે થયેલા ઘાતક હુમલામાં અકબર મામદ પલેજા અને નોફીલ થેબાને ગંભીર ઇજાઓ પહોચી હતી.પોલીસે આપેલી માહિતી મુજબ બપોરના અરસામાં બનેલા આ કિસ્સામાં ભુજના ઇમરાન અલીમામદ મથડા અને તેના ભાઇ જાવેદ અલીમામદ મથડા સામે કલમ 326 મુજબ ગુનો નોંધણી કરવામાં આવ્યો હતો. ભોગ બનનારા અકબરને અસ્થિભંગ સહિતની અને નોફીલને હેમરેજ સહિતની ઇજા થયાનું લખાવાયું છે. કેસના ફરિયાદી અકબરે બે વર્ષ અગાઉ શખ્સ ઇમરાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે આ હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.