દુધઈ પોલીસે શરાબના ગુનાનો નાસતો ફરતો શખ્સ ઝડપાયો

અંજારના શરાબના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. અંજાર તાલુકાના ચાંદરાણી ગામના બસ સ્ટેશન નજીક શખ્સ હરદીપસિંહ ઉર્ફે બોમ ઘનશ્યામસિંહ જાડેજા  ઊભો હોવાની પુર્વબાતમીના આધારે પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી શરાબના પ્રકરણમાં ઝડપાયેલા શખ્સ વિરુધ્ધ ગુનો લખાવ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ કામગીરીમાં દુધઈ પી.એસ.આઈ.વાય.કે.ગોહિલ સાથે સ્ટાફગણ જોડાયો હતો.