ભીમાસર ગામની સીમમાં વાડીમાંથી પોલીસે 63 હજારનો દારૂ ઝડપી પાડ્યો

અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાં આવેલી વાડીમાંથી પોલીસે 63 હજારના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સની અટક કરી હતી. દુધઈ પોલીસ સ્ટેશન અને અંજાર પોલીસ સ્ટેશનની સંયુકત ટીમોએ અજાપર-ટપ્પર રોડ ઉપર એચ.પી. સી.એલ. મીતલ પાઈપલાઈન પ્રા.લી પાછળના ભાગે ભીમાસર સીમમાં આવતી વાડીમાં ચૌકકસ બાતમીના આધારે દરોડો પાડયો હતો. આ દરમ્યાન વાડીની ઓરડીમાંથી પોલીસે ભારતીય બનાવટના મેકડોલ્સ નં. 1સુપીરીયર’ વ્હીસ્કી દારૂની’ બોટલ નં. 180 ઝડપી પાડી હતી. ઝડપાયેલા માલની કિંમત રૂ.63 હજાર આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે તેજાભાઈ ઉર્ફે મઠુ ઉમર કોળી(ભીમાસર)ની અટક કરી હતી. ઝડપાયેલા શખ્સ પાસેથી રૂ.500 નો એક મોબાઈલ સાથે કુલ રૂ. 63,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. અંજારની અદાલત આ શખ્સની 3 દિવસની રીમાન્ડ મંજુર કરી હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. દારૂનો જથ્થો કોણે’ આપ્યો હતો અને કોને મોકલ્યો’ સહિતના તમામ મુદે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ કાર્યવાહી. અંજાર પી.આઈ એમ. એન. રાણા ચલાવી રહ્યા છે.