ભુજના ઓલ્ફેડ સ્કુલ પાસે કપડાના વેપારીઓ વચ્ચે થઈ મારામારી ઇજાગ્રસ્તને સારવાર માટે જીકેમાં દાખલ કરાયા

ભુજના ઓલ્ફેડ સ્કુલ પાસે કપડાનો વેપાર કરતાં બે વેપારીઓ વચ્ચે લાફાબાજીના દર્શ્યો જોવા મળયા હતા. જેમાં બંને પક્ષના લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતે ઇજા પામનાર કિશનભાઈએ જણાવ્યું હતું કે કપડાના ધંધા બાબતે તેમને માર મારવામાં આવ્યો છે. સામેવારા ચારથી પાંચ જણે ભેગા થઈને તેમને માથાના ભાગમાં પાઈપથી માર્યો હતો. કિશનભાઈના વાઈફ તેમને છોડવા માટે વચ્ચે પળતા તેમની વાઈફને પણ માર મારવામાં આવ્યો હતો. પહેલા બોલાચાલી બાદ અચાનક કિશનભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.