ભુજ શહેરના ઓલ્ફેડ હાઈસ્કુલ પાસે ફુટપારી ઉપર કપડાંના વેપારીઓ વચ્ચે ગ્રાહક બાબતે મારામારી સર્જાઈ

ભુજ શહેરના ઓલ્ફેડ હાઈસ્કુલ પાસે ફુટપારી ઉપર કપડાંનો વેપાર કરતાં બે ધંધાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. રાત્રી દરમ્યાન કપડાનો ધંધો કરતાં બંને વેપારીઓ વચ્ચે ગ્રાહક બાબતે છુટાહાથની મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષના લોકોને ઇજાઓ થઈ હતી. જેને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઝગડો અવારનવાર એકબીજાના ગ્રાહકોને બોલાવી લેવા બાબતે થયો હતો. એક વેપારી દ્રારા એવું જણાવ્યું કે તેની દુકાનમાં કસટમ્બર કપડાં લેવા આવ્યો હોય તો ઘણી બાજુવારો તરત જ તેને બોલાવી લેતો આવુ તો ઘણી વાર બન્યું છે તો આ બાબતે વિજયભાઈએ આવું ન કરવા જણાવ્યું હતું. પરંતુ મુકેશ નામના વ્યક્તિએ હું તારા ગ્રાહકને બોલાવીશ તારાથી જે થાય તે કરી લેજે તેવું જણાવ્યું હતું. આમ તે વિજયભાઇનો ભત્રીજો થાય પરંતુ કિશન નામના છોકરાએ તરત જ આવીને વિજયભાઇને થપડમારી ગયો સામેવારાનો ગૃપ મોટો હતો. જ્યારે વિજયભાઈને એ ત્રણ ભાઈ જ છે વિજયભાઇ હોસ્પિટલમાં દાખલ હતા તો પણ તેમને મારી નાખવાની ધમકી અપાઈ હતી. વિષ્ણુ કરીને જે ભાઈ હતા. તેમણે વિજયભાઈને છાતીના ભાગમાં લત મારતાં વિજયભાઇને છાતીમાં દુખાવો થવા માંડ્યો હતો. જેથી તેમને જી.કે.માં દાખલ કરવામાં આવ્યા હતા.