આદિપુર ખાતે મકાનમાંથી ચાંદીના સિક્કાની તસ્કરી

મુન્દ્રાની કસ્ટમ ઓફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારીના આદિપુર ખાતેના મકાનમાંથી 15 નંગ ચાંદીના સિકકા તેમજ રોકડ રૂ. 40 હજાર મળીને કુલ રૂ. 54,000 ના મુદામાલની તસ્કરી કરી હતી. જે બાબતે આદિપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે મુન્દ્રા કસ્ટમ ઓફિસમાં સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને મુન્દ્રાની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા સંજયભાઈ જ્યતિલાલ પ્રજાપતિએ આદિપુર પોલીસ મથકમાં લખાવેલી ફરિયાદમાં 1-12 થી આદિપુર બાગેશ્રી કોપરેટિવ હાઉસિંગ સોસાયટી વોર્ટ 4 (બી) માં આવેલા ઘરનું તાળું મારીને મુન્દ્રા નોકરીએ ગયા હતા બાદમાં તા. 4-12 ના પરત આવીને જોયું તો ઘરના મુખ્ય દરવાજાને તાળું લાગેલું નહોતું અને હેન્ડલ મારેલું હતું. બાદમાં અંદર જઈને જોયું તો રૂમમાં પડેલી તિજોરીના દરવાજો ખુલ્લી હાલતમાં તેમજ ઘરમાં માલ-સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. તિજોરીમાં રાખેલા રોકડ રૂ. 40,000, ચાંદીના સિક્કા નંગ 15 મળીને કુલ રૂ. 54,000 ના મુદામાલની કોઈ અજાણ્યા ઇસમો દ્રારા તસ્કરી કરી જવાઈ હતી. જે બાબતે આદિપુર પોલીસ મથકમાં ગુનો લખાવવામાં આવતા તે બાબતે ગુનો દાખલ કરીને પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરી છે.