થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ

થરાદ તાલુકાના ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ગાડીમાં તપાસ કરતાં અંદરથી 24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક ઇસમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસ સ્ખોડા પોલીસ ચોકી ઉપર વાહન ચેકિંગમાં હતી. તે વખતે એક ગાડીમાં ચેક કરતાં અમરત ઉર્ફે અમૃતલાલ કર કરસનરામ જાતે દેવાસી ભોળારી કુટી સરવાણા તા સચોર જિલ્લો જાલોર રાજસ્થાન વાળાના જાત કબજામાંથી વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસર રીતે માદક મેફેડ્રોન ડ્રગ્સ કુલ 24 ગ્રામ સાથે મળી આવ્યો હતો. જેથી તેની ધરપકડ કરીને કુલ રૂ.2.44 લાખની મતા જપ્ત કરીને પકડાયેલા ઇસમને ડ્રગ્સ આપનાર પી.સી.વિશ્રોઇ રહે કુડા સહિત બે ઇસમો સામે ગુનો નોંધણી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.