ગળપાદરમાં દારૂ સાથે ઇસમની અટક

ગાંધીધામ તાલુકાનાં ગળપાદરમાં ભવાની નગર પાસે રોડ પર પગપાળા આવતાં એક ઈસમ પાસેથી રૂ. 8350 નો દારૂ કબ્જે કરાયો હતો. ગળપાદરના ભવાની નગરમાંથી એક ઈસમ દારૂ ભરેલો થેલો લઈને પગપાળા નીકળવાનો છે તેવી પુર્વ મળેલી બાતમીના આધારે પોલીસે રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન વિમલ ગુટખાનો થેલો લઈને એક ઈસમ પગપાળા નીકળતા તેને પોલીસે અટકાવ્યો હતો. જયદીપ ભીખા ગોહિલ નામના આ ઈસમ પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 100 પાઇપર્સની 3 તથા બ્લેન્ડર પ્રાઈડની 3 બોટલ મળી આવી હતી. આ ઇસમની ધરપકડ કરી તેની પાસેથી 8350 નો આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ફોર ડિફેન્સ સર્વિસ અને ઓન્લી ફોર સેલ ઇન ગુજરાત લખેલ દારૂની આ બોટલો ક્યાથી લાવ્યો હતો. તેની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.