આદિપુરમાં જુગાર રમતા 3 શખ્સો પકડાયા

આદિપુરમાં આવેલા 9 વાળી વિસ્તારમાં જુગાર રમતા દિપેશ માનસિંહભાઈ ગઢવી, રાજેશ લીલાધર ભટ્ટી, સુરેશ નરેન્દ્રભાઈ બેદીને રોકડ 10,200 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ બધા શખ્સો સામે જુગાર ધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.