ભુજ શહેરમાં વાણિયાવાડ નાકા બહાર મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ
 
                
ભુજ શહેરમાં વાણિયાવાડ નાકા બહાર ટ્રાફિક પોલીસ ચોકી પાસેના સતત ધમધમતા વિસ્તારમાં રાહદારી ઉષાબેન રમેશભાઇ બડગા નામની મહિલાના ગળામાંથી બે તોલા વજનની સોનાની ચેઇનની અજ્ઞાત બાઇકસવારો ચીલઝડપ કરી જતાં સનસનાટી મચી ગઇ છે. સમગ્ર વિસ્તાર પોલીસે લગાડેલા સી.સી. ટી.વી. કેમેરા વડે આવરી લેવાયો છે તેવા આ સતત અવરજવરવાળા માર્ગે સાંજના અરસામાં આ ઘટના બની હતી. ભોગ બનનારા જૂની રાવલવાડીમાં રહેતા મહિલા પગપાળા જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સ તેમના ગળામાંથી રૂ. 80 હજારની કિંમતની ચેઇન ખેંચી રફુચક્કર થઇ ગયા હતા. બનાવનાં પગલે હરકતમાં આવી પોલીસે દોડધામ આદરી છે. સી.સી. ટી.વી.ના આધારે ચીલઝડપ કરનારાનું પગેરું દબાવાઇ રહ્યું છે, તેવી વિગતો પોલીસ પાસેથી જાણવા મળી હતી.
 
                                         
                                        