થાન હાઇસ્કૂલ પાસેથી પિસ્ટલ, ખાલી કાર્ટિસ સાથે 1 ઈસમ પકડાયો
 
                
થાન પોલીસ ટીમે પીઆઇ એ.એચ. ગોરીના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરી હતી. આથી પીએસઆઇ એન.પી.મારૂ, જી.એન.શ્યારા, એેઅસઆઇ જયેશભાઇ પટેલ,પો.કો મનોજભાઇ ઝાલાએ થાન હાઇસ્કૂલ પાસેથી પસાર થનાર ઈસમને અટકાવી પૂછપરછ કરતા તે થાન સાકરિયા શેરીના રહીશ યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા હોવાનું જણાવ્યું હતું. તેમની તપાસ કરતા હાથ બનાવટની સીંગલ બેરલની પીસ્ટલ અને એક ખાલી કાર્ટીસ મળી આવ્યા હતા.આથી પોલીસે હથિયાર, મોબાઇલ, રોકડા, બાઇક સહિત રૂ.37,600 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પૂછપરછમાં આ હથિયાર થાન મફતિયાપરાના રહીશ પૃથુભાઇ ભરતભાઇ ગીડા પાસેથી લીધાનું ખૂલ્યું હતું. આથી થાન પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ આર્મસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
 
                                         
                                        