સુરતના દાંડી ફાટક નજીક 6.73 લાખની કિંમતની 2760 બોટલ વિદેશી શરાબના જથ્થા સાથે ટેમ્પો પકડાયો
 
                
સુરતના જહાંગીરપુરા દાંડી ફાટક નજીકથી પોલીસે 6.73 લાખની કિંમતની વિદેશી શરાબની નાની મોટી 2760 નંગ શરાબની બાટલીઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો છે. પોલીસે શરાબની હેરાફેરી કરનાર બેને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીમાં વપરાતી 3 લાખની કિંમતનો બોલેરો જીપ પણ જપ્ત કરી છે.9.73 લાખનો મુદ્દામાલ ઝડપાયો જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે, જહાંગીરપુરા દાંડી ફાટક નજીકથી એક બોલેરો જીપમાં શરાબનું મોટો જથ્થો પસાર થઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શરાબની 2760 બોટલ પકડી પાડી છે. 6.73 લાખના શરાબ અને 3 લાખની કિંમતની બોલેરો જીપ મળી પોલોસે 9.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બોલેરો પીકઅપ નં-GJ-06-AX-1540 નો ચાલક તથા બીજા એક શખ્સની તપાસ ચાલી રહી છે. ભારતીય બનાવટનો ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હિસ્કી, બેચ નંબર-071/એલ-5 ની 750 ML ના 50 ખાખી કલરના બોક્ષમાં 600 નંગ બાટલીઓ, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી, બેચ નંબર-59/એલ-5 ની 750 ML ના 31 ખાખી કલરના બોક્ષમાં 372 નંગ બાટલીઓ, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી, બેચ નંબર-69/એલ-6 ની 180 ML ના 19 ખાખી કલરના બોક્ષમાં 912 નંગ બાટલીઓ અને ઇમ્પીરીયલ બ્લુ હેન્ડ પીકેડ ગ્રીન વ્હીસ્કી, બેચ નંબર-બીએચ-243 ની 180 MLના 20 ખાખી કલરના બોક્ષમાં 960 નંગ બાટલીઓ મળી આવી છે જે તમામની કુલ કિમત રૂ. 6.73.200 ગણી તથા ઇંગ્લીશ શરાબના હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલા સફેદ કલરનો બોલેરો પીક અપ જીપની કિ.રૂ.3 લાખ કુલ કિ.રૂ.9,73,200 નો મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        