મહેસાણા શહેરમાં આવેલા મકાનમાં સંતાડેલા વિદેશી દારૂ સાથે એક ઇસમ પકડાયો

મહેસાણા શહેરમાં આવેલા કરબા વિસ્તારમાં એક ઘરમાં એલસીબી પોલીસે દરોડો પાડીને સંતાડેલો બીયર અને દારૂની 46 બોટલો જપ્ત કરી હતી. જ્યારે એક ઇસમની ધરપકડ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહેસાણા એલસીબી પોલીસની ટીમ શહેરમાં પેટ્રોલીંગની કામગીરીમાં હતી. ત્યારે બાતમી મળેલ કે કરબા વિસ્તારમાં આવેલ સેતવાડમાં રહેતો નઇમ નજીર બેલીમ નામનો ઈસમ પોતાના ઘરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો લાવીને વેપાર કરે છે. જેના આધારે પોલીસે અહી દરોડો પાડીને તપાસ કરતાં ઘરમાં મુકેલ સેટી નીચે પડેલી કાપડની થેલીમાંથી વિદેશી દારૂ અને બીયરની 46 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે ઈસમ નઇમ બેલીમની ધરપકડ કરીને તેની વિરુધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.