ભુજમાં આરોપી મકાન બાબતે મન:દુખ રાખીને ઘરમાં પેટ્રોલ છાંટી મારી નાખવાના ઇરાદે દિવાસળી ચાંપી .જેમાં બે જણા ગંભીર રીતે દાઝી જતાં મૃત્યુ પામ્યા.
તા. ૧૭ /૦૬/૨૦૧૮ નો બનાવ .
ભુજમાં પેરીસ બેકરીની બાજુમાં સાંકળીશેરી ,વંડી ફળિયામાં હાજી યુશુફશા હાજી ઇસ્માઇલશા પીર એ તથા આ કામેના સાબેરાબેબી ના પિતા મોહમદ ઇબ્રાહિમ પીર વચ્ચે મકાન બાબતે નવ વર્ષથી વિવાદ ચાલુ હોય જે બાબતે કોર્ટમાં પણ કેસ ચાલુ હોય તે બાબતનું હાજી યુશુફશા હાજી ઇસ્માઇલશા પીરએ મન: દુખ રાખી સાબેરાબેબી ડો /ઓ મોહમદ પીર ના ઘરમાં સૂતેલા માતા શેરબાનું વા/ઓ મોહમદ ઇબ્રાહિમ પીર તથા પિતા મોહમદ ઇબ્રાહિમ હાજી ઈશમાઇલશા પીર તથા બહેન જુલેખા ડો/ઓ મહોમદ ઇબ્રાહિમ પીર ઉપર પેટ્રોલ છાંટી મારી નાખવાના ઇરાદે દિવાસળી ચાંપી સળગાવી જેમાં સાબેરાબેબી ડો/ઓ મોહમદ પીરના બહેન જુલેખા ડો/ ઓ મોહમદ ઇબ્રાહિમ પીર તથા સાબેરાબેબી ડો/ઓ મોહમદ પીર ના માતા શેરબાનું વા/ઓ મોહમદ ઇબ્રાહિમ પીર શરીરના ભાગે ગંભીર રીતે દાજી જતાં સારવાર દરમ્યાન મરણ જતાં મોત નિપજાવી તથા સાબેરાબેબી ડો/ઓ મોહમદ ના પિતા મોહમદ ઇબ્રાહિમશા પીરને શરીરે પેટ્રોલ છાંટી મોત નિપજાવવાના ઇરાદે સળગાવી દઈ ગુન્હો કર્યો હતો. જેની નોધ ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.