ડ્રાઈવ દરમ્યાન ઇંગ્લિસ દારૂની બોટલો ઝડપાઇ.
આજરોજ પોલીસ અધિક્ષકશ્રી એમ. એસ. ભરાડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ અને એલ. સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જે. એમ.આલ સાહેબ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એમ. બી. ઔસુરા સાહેબનાઓની સૂચનાથી એલ. સી.બી પશ્ચિમ કચ્છ-ભુજના સ્ટાફના માણસો પ્રોહી અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો. કોન્સ . મહિપાલસિંહ ત્રિપાલસિંહ જાડેજા નાઓના મળેલ જાણકારીની હકીકત ના આધારે ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઉર્ફ પ્રવીણસિંહ જાડેજા રહે . વાલદાસનગર , પાર્થ બંગલા -૪ ,મકાન નં. ૩ ,ભુજ મૂળ રહેવાસી .ગામ -ટપ્પર , તા. મુંદ્રા -કચ્છ વાળાની કબ્જાની ઓફીસમાથી ઇંગ્લિસ શરાબની જુદીજુદી બોટલો નંગ -૧૧ ,કિં રૂ. ૪,૫૦૦ /-ના મુદ્દામાલ સાથે એલ. સી. બી. સ્ટાફના માણસોએ ઇસમ ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ ઉર્ફ પ્રવીણસિંહ જાડેજાને પકડી પાડેલ અને પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેરની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી થવા માટે ફરિયાદ આપેલ અને મજકૂર આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં પણ પહેલા ઇંગ્લિસ શરાબના વેચાણ અંગે કેશ થયેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.