ખંડણી માંગતી નખત્રાણા ની મનીષા ગોસ્વામી સામે વધુ એક 50 લાખની ખંડણી મંગયાની ફરીયાદ.
તા : ૧૮.૬.૧૮ : નો બનાવ
પ્રદેશ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલીને બ્લેકમેઇલ કરી ૧૦ કરોડની ખંડણી માંગનાર મનીષા ગોસ્વામીની મુશ્કેલી વધી છે. અમદાવાદમા તેના વિરુદ્ધ ૧૦ કરોડની ખંડણીની ફરિયાદ થયા બાદ પોલીસે તેની વાપી થી ધરપકડ કરી હતી. આજે તેના રિમાન્ડ પૂર્ણ થવાના છે. તેવામાં તેની સામે કચ્છના નલિયા પોલીસ મથકમાં વધુ એક ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે. જેથી આગામી દિવસોમાં નલિયા પોલીસ પુરાવા એકઠા કરી તેની ધરપકડ કરે તો નવાઈ નહીં જો કે આ કિસ્સામાં નવાઈ પમાડે તેવી વાત એ છે કે ૨૦૧૭ માં બનેલી ઘટનાની ફરિયાદ આક્ષેપ -પ્રતિ આક્ષેપ અને મનીષા ધરપકડના થોડા દિવસોમાંજ થતાં આનેક તર્કવિતર્ક શરૂ થયા છે. મૂળ ભુજના અને હાલે મુંબઈ રહેતા અજય રસીકલાલ ઠક્કરે મનીષા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે મનીષાએ તેને પણ બ્લેકમેઈલ જરીટેની પાસેથી ૫૦ લાખની ખંડણી માંગી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.