ભુજ મંદિરનો સાધુ બન્યો સંસારી સંતો સામે વ્યભિચાર અંગે સનસનીખેજ આરોપો :મંદિરે શું કર્યો ખુલાસો?
દેશ-વિદેશમાં આકર્ષતું ભુજનું મંદિર મહિલા શિક્ષણ , આરોગ્ય તથા ગૌ સેવા સહિતની ધાર્મિક અને સામાજિકજેવી અનેક પ્રવૃતિ માટે હમેશા અગ્રેસર રહ્યું છે. જેના લાખો હરિભક્તો અને મહાન સંતો આ મંદિરે ધર્મના રક્ષણ અને ફેલાવા માટે આપ્યા છે. પણ આજે એજ મંદિર વ્યભિચાર અને ટેક્નોલોજીની મદદ થી ખરાબ રસ્તે જઈ રહ્યું છે. જેની ચર્ચા ન માત્ર મંદિરના હરિભક્તો પરંતુ તેની સાથે જોડાયેલો તમામ સમુદાય કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલા મુળ ગોડપરના અને આફ્રિકાથી આવી મંદિરમાં વૈરાગ્ય લેનાર સંત ચંદ્રપ્રકાશ સ્વામીના અને કેટલીક મહિલાના ફોટા વરાળ થયા હતા આમતો સમુદાય આ ઘટનાની વાસ્તવિક્તા જાણે છે પરંતુ સંતના ફોટો વાયરલ થવાની ઘટનાથી લઈ મંદિરમાં બંદ બારણે ખેલાયેલા ખેલે લખો હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે. સ્વામી ચંદ્રપ્રકાશ દાસજીના વાયરલ થયેલા ફોટામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈ તથ્ય મહિલા સાથેના તેના સંબધો અંગે પ્રકાશ પાડતું નહતું પરતું ભુજના મંદિરેજ સંતનો ભગવો ઉતરાવી સાબિત કર્યું કે કઈક બન્યું તો છે જ જો કે હવે આ મામલો લાંબો ચાલી શકે છે. કેમકે ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી ફરી મૂળ સ્વરૂપ એટલે કે સંસારી જીવનમાં રસિક કેરાઈ બની પરત ફર્યા છે. અને મંદિરમાં ચાલતા કથિત વ્યભિચાર અંગે સનસનીખેજ આરોપો લગાવ્યા છે. તો પોતાને ઓડિયો ક્લિપના પુરાવા સાથે નિર્દોષ સાબિત કરવાના પ્રયત્નો પણ કર્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.