ભુજ ખાતે શ્રીમાળી સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા open kutch મેઘા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું.
કળા એ ખુબજ સુંદર શબ્દ છે. જે અનેક પ્રકારની હોય દરેક વ્યક્તિમાં કઇંક જુદીજુદી પ્રકાર ની કળા તો હોય જ છે. પરંતુ કોઈ તે અંદરની કળાને ઓળખીને બહાર લાવે છે. તો કોઈ પોતાની કળા ને ઓળખી નથી શકતું. દરેકને પોતાની કળા પ્રસ્તુત કરવા એક સ્ટેજની આવશ્યકતા ની જરૂર હોય છે કે જેના કારણે તેમનો આત્મવિશ્વાસ દ્રઢ બને એવોજ એક સુંદર પ્રયાસ કરવાના ઉદેશ્યથી ગઇકાલે શ્રી ભુજ વિઝા શ્રી માળી સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા એક ડાન્સ કોમ્પીટીશનનું ભુજની સોની સમજવાડી મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું. અહી મેઘા ડાન્સ કોમ્પીટીશન ઓફ કચ્છ નું આયોજન કારવામાં આવેલ હતું. સમગ્ર કચ્છ સોની જ્ઞાતીના લોકો જેઓમાં આ સુંદર નૃત્યની કળા જોડાયેલી છે તેમણે એક એક સ્ટેજ પૂરો પાડવાનો સુંદર પ્રયાસ સોની સમાજના મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો સૌ પ્રથમ વખત સશ્રી મળી સોની સમાજ દ્વારા ભુજમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કચ્છમાથી 60 પાર્ટિસિપેન્ટ્સે અહી મેઘા ડાન્સ કોમપીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં પણ 2 ગ્રૂપ પાડવામાં આવ્યા છે એક ગ્રૂપમાં 5 થી 12 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકે તથા અન્ય ગ્રૂપ જે 12 વર્ષથી વધુ ઉમરના બાળકો તથા મોટી વ્યક્તિઓ માટે છે. જે માટે ઉમરની કોઈજ રેખા નિશ્ચિત રાખવામા આવેલ ના હતી. પાર્ટીસીપેન્ટસ પોતાના લક્ષયની દિશામાં વધુ આગળ વધે તેવી મહિલા મંડળે સુભેચ્છા પાઠવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.