ગુજરાત અને મહારાષ્ટ્રમાં થયેલા અનુ.જાતિ સમુદાય પર થયેલ અત્યાચાર બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર અપાયું .
જય ભીમ સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે કેન્દ્ર અને રાજ્યો માં ભાજપ ની સરકારો આવેલ છે. ત્યાં સૌથી વધુ અનુ : જાતિ ,અનુ .જન જાતિના લોકો પર દબંગો ,માથાભારે મૂડીવાદી તત્વો અને ભાજપ ના સાથ-સહકાર થી પોલીસ ની મીઠી નજર ના કારણે અત્યાચારો મોટા પ્રમાણ માં વધ્યો છે અને પોલીસ પ્રસારણ દ્વારા કોઈ નક્કર કામગીરી કે તટસ્થ તપાસ કરવામાં આવેલી નથી. જેને લીધે કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ -કચ્છ ના વંચિત સમુદાયો તેમજ અનુ.જાતિ , અનુ .જન.જાતિ સમુદાયો આગેવાનો દ્વારા અમારી માંગ છે કે નીચે જણાવેલ અમારી સમાજ પર થયેલ અત્યાચારો અને અત્યાચાર કરનારાઓ ને વહેલી તકે પોલીસ તેની ધરપકડ કરવામાં આવે અને બંધારણીય જોગવાઈ મુજબ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોધવામાં આવે અને વારંવાર થતાં અનુજાતિ ,અનુ.જન .જાતિ ના લોકો પર થતાં અત્યાચારો પર રોક લગાડવા માં આવે તેવી અમારી નમ્ર વીંનતી છે. વડગામ ના ધારાસભ્ય થી જીજ્ઞેશ મેવાણી અનુ. જાતિ, જન.જાતિ તેમજ અન્ય વંચિત સમુદાયો ના હક અને અધિકારો માટે સવિધાન દાયરા માં રહી આંદોલન લડત તેમજ ગુજરાત ના દરેક જિલ્લા ગુજરાત બહારના રાજ્ય માં જતાં આવતા હોય છે. તેમને પણ ઓસ્ટ્રેલીયા માં રહેતા રવિ પૂજારી નામ ના ખંડણી ખોર દ્વારા વારંવાર ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળેલ છે. જેના આધાર પુરાવા છે તેમ છતાં ગુજરાત પોલીસ , ગુજરાત સરકાર દ્વારા કોઈપણ સુરક્ષા આપવામાં આવતી નથી . અમારી નમ્ર વિનંતી છે કે આ સુરક્ષા માં વધારો કરવામાં આવે અને ગુજરાત બહાર જાતિ વખતે પણ તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.