કેશોદમાં વ્યાજવટાવની ફરિયાદનાં મનદુ:ખમાં વેપારી પર છરી વડે હુમલો

કેશોદમાં વ્યાજવટાવની ફરિયાદનાં મનદુ:ખમાં દુકાનદાર પર છરી વડે હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર કેશોદમાં રહેતા મહેશભાઈ કરશનભાઈ ઠુંબરનાં પુત્રએ થોડા સમય પહેલાં પ્રકાશ ઉર્ફે પકો કારાભાઈ હડીયા સામે વ્યાજ વટાવની ફરિયાદ કરી હોય. જે બાબતનું મનદુ:ખ ચાલતુ હોય જેથી પ્રકાશ મહેશભાઈની દુકાને ગયો હતો. અને કહ્યું હતું કે, તારો પુત્ર લાલો ક્યાં છે. તેમને કહી દેજે મારા વિરૂદ્ધ કરેલ ફરિયાદ પરત ખેંચી લે અને મારા નિકળતા પૈસા પરત આપી દે બાદમાં છરી કાઢી મહેશભાઈ પર હુમલો કર્યો હતો. ત્યાર પછી જીતેન્દ્રભાઈ ભટ્ટની દુકાને જઈ ત્યા પણ છરી વડે હુમલો કર્યો હતો. મહેશભાઈ અને જીતેન્દ્રભાઈને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં લઈ જવાયા હતા. પોલીસે પ્રકાશ હડીયા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ એન.બી.ચૌહાણ ચલાવી રહ્યાં છે.