વાગડીયાવાસમાં ખુલ્લામાં જુગાર રમતા 18 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

ગોધરાના વાગડીયાવાસમાં ભીખા વાગડીયાઓ ખુલ્લી જગ્યામાં વરલીમટકા આંક ફરકના જુગારના આંકડા લખી લખાવી રમીરમાડે છે. તેવી બાતમીના આધારે દરોડો પાડવા બે પંચોના માણસો બોલાવી બાતમી હકિકતથી વાકેફ કરી સાથે રાખી દરોડો કરવા જતાં કેટલાક શખ્સો નીચે બેસી કંઇક લખતા લખાવતા હતા. જેથી તેને કોર્ડન કરી પકડવા જતાં નાશભાગ મચી ગઇ હતી. જેમા સ્થળ પરથી 16 શખ્સો ઝડપાયેલ અને બીજા શખ્સો નાશી છુટ્યા હતા.ઝડપાયેલા 16 શખ્સોની અંગઝડતી કરતા બુકો નંગ 2 રોકડા રૂ.7,690 રોકડા તથા મોબાઇલ નંગ 10 જેની કિંમત રૂ.17,600 મળી કુલ રૂ.25,290નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તથા પકડાઈ ગયેલા શખ્સોમાં આંકડા લખનાર દેવેન્દ્વ સુંદરભાઈ પરમારની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે વાગડીયાવાસમાં રહેતા ભીખાભાઇ પન્નાભાઇ વાગડીયા તથા લાલબાગ નજીક રહેતા ચેતનદાસ ઉફ્રે પપ્પી લક્ષમણદાસ શ્યામલાણીના કહેવાથી આ આંકડા લખુ છુ તથા તેનું કટીંગ મોકલુ છુ. પોલીસ દ્વારા પકડાયેલા તથા નાસી છુટેલા શખ્સો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગોધરા શહેર એ ડીવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી