ભુજની જી.કે  જનરલ હોસ્પિટલ ની ફરી એકવાર બેદરકારી આવી સામે : છેલ્લા ૧૪ દિવસ થયા છતાં દર્દીની સારવાર કરવામાં ન આવી અને આખરે તેઓ મૃત્યુ પામ્યા. 

તા : ૧૮.૬.૧૮ : નો બનાવ

ભુજ શહેરમાં આવેલ જી.કે  જનરલ હોસ્પિટલમાં દેવપરના રહેવાસી હારૂન ઇશાક ભાઈએ તેઓના પિતાને સારવાર માટે લઈ આવ્યા હતા. જેઓને તેમના પગમાં ઇન્જરી હતી. અને તેઓને પગમાં પ્લેટ નાખવાની હતી. અને છેલ્લા ૧૪ દિવસ ઇશાક ભાઈ સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ છે.  અને ડોક્ટરો દ્વારા માત્ર ખોટા જવાબો આપવામાં આવે છે કે તમારી સારવાર આજે કરશું –કાલે કરશું પરંતુ છેલ્લા ૧૪ દિવસમાં આ ઇશાકભાઈને કોઈજ જાતની સારવાર આપવામાં આવી નથી. અને આજે તેઓએ અંતિમ શ્વાસ લઈ મૃત્યુ પામ્યા હતા. ઇશાકભાઈના પુત્રએ જણાવ્યુ હતું કે તેમના પિતાના મૃત્યુનું કારણ જી.કે જનરલ હોસ્પિટલ જ છે ૧૪ દિવસથી ઇશાકભાઇ સારવાર માટે તડપતા હતા છતાં તેઓને પૂરતી સારવાર ન માલ્ટા આજે તેઓ મૃત્યુ પામ્યા હતા અને ઇશાકભાઈના પુત્ર હરુનભાઇએ જણાવ્યુ હતું કે જ્યાર સુધી અમને ન્યાય આપવામાં નઇ આવે ત્યાર સુધી આ બોડી તેઓ જી.કે. હોસ્પિટલમાંથી નઇ લે અને તાત્કાલિક ધોરણે ઇશાકભાઈને ન્યાય આપવામાં આવે તેવી ઇશાકભાઈના પુત્ર હારુનભાઈ દ્વારા માંગ કરવામાં આવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *