ભુજમાં ચકચાર બનેલા બનાવમાં દાઝી ગયેલા બે ભાઈઓનો મોત થતાં મરણ આંક ચાર થયો
ગાંધીધામ તા. ૧૮ : જિલ્લાના મુખ્ય મથક એવા ભુજના મહાદેવ નાકા વિસ્તારના વંડી ફળિયામાં વડીલોપાર્જિત મિલકતના મકાન મુદ્દે પોતાના ભાઈના પરિવાર ઉપર પેટ્રોલ છાંટી તેમને સળગાવી દેવાના પ્રકરણમાં આજે સારવાર અર્થે મોહમદ ઇબ્રાહિમશા હાજી પીર (ઉ.વ. ૬૭ )તથા આ ઘટનામાં આરોપી એવા યુસુફશા હાજી ઈસ્માઈલ પીરે પણ સારવાર અર્થે દમ તોડી દેતા આ બનાવમાં મરણાંક ચાર ઉપર પહોચ્યો હતો. ભુજના કોટ અંદરના વિસ્તારમાં ન્યુ મિન્ટ રોડ ,પેરિસ બેકરી પાસે હીચકારા અને જીવલેણ આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. મોહમદ ઇબ્રાહિમશા પીર અને તેમના ભાઈ હાજી યુસુફશા પીર વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વડીલોપાર્જિત મિલકત મકાન બાબતે ઝગડા ચાલતા હતા. દરમ્યાન ઇબ્રાહિમશા પીરનો પરિવાર ખુશી-ખુશી ઈદની ઉજવણી કરી પોતાના ઘરે સૂતો હતો ત્યારે તેમના ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતા આ ઘરના ચાર સભ્યો શેરબાનું ( ઉ.વ. ૬૫ ) ,ઝૂલેખા મામદ પીર ( ઉ.વ.૪૨ ) બનાવના ફરિયાદી સબેરાબેબી (ઉ.વ. ૪૦ ) તથા ઇબ્રાહિમશા (ઉ.વ. ૬૭ ) અને આરોપી પોતે પણ દાઝી ગયો હતો. જેમાં શેરબાનું અને જુલેખાનું મૃત્યુ થયું હતું. જ્યારે સારવાર દરમ્યાન રહેલા પીર આજે ઢળતી બપોરે છેલ્લા શ્વાસ લીધા હતા. તો થોડી ક્ષણોમાં આરોપી એવા યુસુફશાએ પણ દમ તોડી દીધો હતો. આ બનાવમાં ફરિયાદી એવા સાબેરા બેબીને સારવાર હેઠળ રખાયા છે. આ અંગે ભુજ એ- ડિવિઝનના પીઆઇ એમ.જે.જલુનો સંપર્ક કરતાં આરોપીનું મોત થયું હતું. પણ હજુ એફ.સેલ.એલ થતાં અન્ય લોકોના નિવેદન વગેરે લેવામાં આવશે. તેમ છતાં કોઈ શંકા હસે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યુ હતું. ઈદની રાત્રે બનેલા આ બનાવે જિલ્લા ભરમાં ભારે ચકચાર જગાવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.