કોટડા આથમણા જુથ ગ્રામ પંચાયતના સહીય છે તો ચૂંટણીનું મનદુખ રાખી વિકાસના કામમાં અડચણ રૂપ થતાં શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
કોટડા આથમણા જુથ ગ્રામ પંચાયતમાં આવેલ કોટડા આથમણા , કૈલાશનગર, સણોસરા ગામોની જુથ ગ્રામ પંચાયત છે. આ ત્રણ ગામોના સરપંચશ્રી કાનજી જગમાલ રબારી જંગી બહુમતી થી ચુટાઇ આવ્યા બાદ સરકારશ્રીની વિવિધ યોજનાઓ માથી કરોડો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવ્યા છે. ગામની પાયાની સુવિધાઓ જેમકે પાણી પુરવઠો , ગટરલાઇન તથા રોડ રસ્તાના કામો કરવામાં આવ્યા છે. સણોસરા ગામે પથરાળ જમીન હોવાથી અત્યાર સુધી ગટરલાઇનનું કામ થયેલ નહોતું જે કામ સખત પથ્થર હોવા છતાં હાલમાં સરપંચશ્રી પૂર્ણ કરેલ છે. અસામાજિક પ્રવુર્તિઓ અટકાવવા માટે રોડલાઇટ તથા સી.સી.ટી.વી. કેમેરાઓ ગામમાં સરપંચશ્રી કાનજી જગમાલ રબારી દ્વારા લગાડવામાં આવ્યા છે. આ સિવાય સરપંચશ્રી એક્ટિવ હોવાથી મહિલા સુરક્ષા, દારૂબંધી , પોલીસ હેલ્પલાઇન જેવી અનેક જાગૃત પ્રવુર્તિઓ નવા સરપંચ ચુટાઇ આવ્યા બાદ શરૂ કરેલ છે. સરપંચશ્રીને તેમની કામગીરી માટે જિલ્લા પંચાયત , કચ્છમિત્ર,સેતુ અભિયાન દ્વારા એવોર્ડ પણ આપવામાં આવેલ છે. અમારા સરપંચ એક્ટિવ છે અને નાની ઉમરના છે. જેમના પર તારીખ: ૧૨ /૦૬ /૨૦૧૮ના રોજ કોટડા આથમણા જુથ ગ્રામપંચાયતની ગ્રામ સભા હોવાથી ગામના જાહેર ચોકમાં અસામાજિક પ્રવૂતિઓ કરતાં વ્યક્તિઓએ સરપંચશ્રી ને ગેરકાયદેસર ગૌચર જમીન પર કરેલ અડચણરૂપ દબાણો કાયદેસર કરી આપવા જણાવતા તેઓએ ના પાડતાં જાહેરમાં ગાળો આપી ધોકા તથા હાથ વડે હુમલો કરવામાં આવેલ છે. સરપંચશ્રી દ્વારા કરવામાં આવતો ગામનો વિકાસ જોઈ શકતા નથી અને વિકાસ કામોમાં અડચણરૂપ કરે છે. તથા ચુંટણીનું મનદુખ રાખી જાહેરમાં હુમલો કરેલ છે. અને કોટડા આથમણા ગામને અને કોટડાઆથમણા જુથ ગ્રામ પંચાયત બદનામ કરવાનું ષડયંત્ર કરે છે. જાહેરમાં કાયદો હાથમાં લેવો અને સેવાભાવી લોકસેવક પર હુમલો કરવા એ લોકશાહી પર કલંક છે. તારીખ :-૧૨ /૦૬/ ૨૦૧૮ ના રોજ સરપંચશ્રી હોસ્પિટલમાં દાખલ થયેલ અને સરપંચશ્રી પર હુમલો કરનારા માથાભારે અને સામાજિક પ્રવૂતિઓ કરતાં સણોસરા ગામના આઠ જણા પર ગુનો દાખલ થયેલ છે. તેમના પર ઝડપી તેમજ સખત માં સખત કાર્યવાહી કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લેવાની હીંમત ન કરી શકે. મહિલા સુરક્ષાની કામગીરી હોય કે ગ્રામજનો માટે અમારા સરપંચશ્રી સતત એક્ટિવ રહે છે. આથી આ અસામાજિક પ્રવુતિઓ કરતાં વ્યક્તિઓ સરપંચ શ્રીને સુરક્ષા આપવામાં આવે તથા ગુનેગારોને તત્કાલિક કડક સજા કરવામાં આવે એવી અમારી ગ્રામજનોની માંગ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.