થરાદના દૂધવા પાસે કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં વેપારીનું મૃત્યુ

ભારતમાલા રોડની બંન્ને બાજુ કામગીરીના કારણે સાંકડા બનેલા થરાદ સાંચોર હાઇવે પર બપોરના અરસામાં કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રાજપુત સમાજના અગ્રણી અને પીલુડા માર્કેટયાર્ડના વેપારીનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયું હતું. બહોળી સંખ્યામાં રેફરલ હોસ્પિટલ અને સ્મશાનગૃહમાં સ્વજનો દોડી આવ્યા હતા.બપોરના અરસામાં નંબરની ટવેન્ટી કારમાં થરાદ તાલુકાના રાજપુત સમાજના અગ્રણી અને પીલુડા માર્કેટયાર્ડમાં વેપારી પેઢી ધરાવતા પીલુડા ગામના 65 વર્ષીય વેપારી દેવરાજભાઈ સાજણભાઈ રાજપુત તથા અન્ય એક વ્યક્તિ સાથે થરાદ તરફ આવી રહ્યા હતા. જેમને બપોરના અરસામાં દુધવા જાણદી વચ્ચે ટ્રેક્ટરની ટ્રોલી સાથે અક્સ્માત સર્જાયો હતો. કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચી હતી. ગંભીર ઇજાગ્રસ્ત દેવરાજભાઇનું મોત નિપજતાં સરકારી હોસ્પીટલમાં પીએમ કરાવાયું હતું. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ખાનગી વાહનમાં થરાદથી વધુ સારવાર માટે ડીસા ખસેડાયા હતા. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.