કચ્છ પોલીસ દ્વારા કચ્છમાં ઠેર ઠેર જગ્યાએ કેફિપીણું પીધેલી હાલતમાં શખ્સો ઝડપાયા.

તા :૧૮.૬.૧૮ : નો બનાવ

ભદ્રેશ્વરમાં મોખા ગામ પાસે આવેલ પી.સી.બી.એલ. કંપની પાસે ચીતરંજન યુધિષ્ઠિર દાસ (ઉ.વ.43 હાલે રહે. મીખા પી.સી.બી.એલ.કંપની સામે કલુભા ની ઓરડીમાં ) એ ગેરકાયદેસર રીતે જાહેરમાં વગર પાસ પરમીટે કેફિપીણું પીધેલ હાલતમાં મળી મુન્દ્રા પોલીસ દ્વારા ઝડપાયો .

જ્યારે બીજી બાજુ લખપત તાલુકાનાં દયાપર ગામે મફતનગરમાં મનજી બબા જાગરીયા (ઉ.વ.33) એ જાહેરમાં વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવી દયાપર પોલીસ દ્વારા ઝડપાયો.

ભુજ તાલુકાનાં નાના થરાવડા ગામે લાલશાપીરની દરગાહ બાજુ જવાના રસ્તા પર આમદ નુરમામદ કેવર એ જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફિપીણું પીધેલ હાલતમાં મળી આવી ગુનો કરેલ છે.

ભુજમાં ગણેશનગર માં ભારા વિરમભાઇ રબારી (ઉ.વ.23) એ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીતે જાહેરમાં કેફીપીણું પીધેલી હાલતમાં બકવાસ કરતો અને લથડિયા ખાતો મળી આવી ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ સીટી એ પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *