કચ્છ માં જુદી-જુદી જગ્યાએ દેશી દારૂ ઝડપાયો.
તા.૧૮ /૦૬ /૨૦૧૮ નો બનાવ.
માંડવી તાલુકામાં બીદડામાં નાની ખાખર ગામે જીતેશ મંગલ સંધાર (ઉ.વ.૩૩ ) એ પોતાના કબ્જામાં ગે. કા.રીતે દેશી દારૂની કોથળીઓ નંગ-૪ /-જેમાં આશરે બે લિટર દેશી દારૂ મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી પકડાઈ જઈ ગુન્હો કરેલ હતો. જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
તેમજ બીજી બાજુ મુંદ્રા તાલુકાનાં મોટા કાંડાગરા નદીના પટમાં બાવળોની ઝાડીમાં મયૂરસિંહ લઘુભા ખોડ (ઉ .વ. ૨૧ ) એ પોતાના કબ્જામાં દેશી દારૂ લિટર ૦૫ ના મુદ્દામાલ વગર પાસ પરમિટે રાખી રેઇડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કરેલ હતો . જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
નખત્રાણા તાલુકાનાં મોટી ગોધીયારમાં રાજુભા નેતસિંહ સોઢા (ઉ.વ. ૩૨) પોતાના કબ્જામાં દેશીદારૂ લિટર ૮ ના મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેઇડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કરેલ હતો. જેની નોધ નિરોણા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
ભુજ શહેરમા માધાપર સોનાપુરી પાસે ભચીબેન સુમાર કોલી એ પોતાના ક્બ્જાના મકાને દેશીદારૂ બનાવાનો આથો લિટર ૮૦ નો ગે.કા. રીતે રાખી રેઇડ દરમ્યાન હાજર ન મળી આવી ગુન્હો કરેલ હતો. જેની નોધ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.