ગઢડા સ્વામીનારાયણ મંદિરે પગપાળા દર્શને જઇ રહેલા આધેડનું વાહન હડફેટે મૃત્યુ

લાઠી તાલુકાના નવાગામમા રહેતા એક આધેડ પુનમ હોવાથી ગઢડા સ્વામીનારાયણ મંદિર દર્શન કરવા માટે પગપાળા જઇ રહ્યાં હતા. ત્યારે દામનગર ઢસા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેમનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતુ. નવાગામમાં રહેતા બાલાભાઇ ઓઘાભાઇ ગઢીયા નામના આધેડ પુનમ હોવાથી સવારના અરસામાં પગપાળા ગઢડા સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા માટે જઇ રહ્યાં હતા. ત્યારે દામનગર ઢસા રોડડ પર માતંગી મીલની આગળ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.જેને પગલે તેમનુ ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતુ. ઘટનાની જાણ થતા લોકો અહી દોડી ગયા હતા અને મૃતક આધેડની લાશને દામનગર દવાખાને ખસેડવામા આવી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો. આ બારામાં મૃતક યુવકના ભાઇ વલ્લભભાઇ ઓઘાભાઇ ગઢીયાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી છે. બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.