ભચાઉ તાલુકાના શિકારપુર પાસે પવનચક્કીનો 30 હજારની કિંમતનો કેબલ ચોરી
 
                
ભચાઉ તાલુકાના શીકારપુર પાસે આવેલી પવનચક્કીમાંથી ત્રણ માસ દરમીયાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા શખ્સો રૂ.30 હજારની કિંમતનો કેબલ તસ્કરી કરી ગયા હોવાની ફરીયાદ સામખિયાળી પોલીસ સ્ટેશને લખાવાઈ છે. મુળ જામનગરના હાલે સામખિયાળી રહેતા અને સુઝલોન કંપનીમાં સિક્યુરીટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શિકારપુર ગામની સીમમાં સુઝલોન કંપનીની 18 પવનચક્કીઓ આવેલી છે.સવારના અરસામાં તેઓ પોતાના રૂમ પર હતા. ત્યારે કંપનીના ઇન્જીનિયર દિનેશભાઇ રમેશભાઇ કોટવાલે ફોન કરીને જાણ કરી હતી કે, શિકારપુર સીમમાં આવેલી 224 નંબરની પવનચક્કીનો દરવાજો તૂટેલો હતો અને તપાસ કરતાં રૂ.30,000 ની કિંમતના 240 એમએમનો 14 કેબલ તથા 300 એમએમના 17 કોપર કેબલની તસ્કરી થઇ હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમજ કમ્પોનેટ વાયરિંગ તથા કન્ટ્રોલ એન્ડ પાવર પેનલમાં પણ કેબલ તસ્કરોએ તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હોવાનું તેમણે સામખિયાળી પોલીસ સ્ટેશને લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. પીએસઆઇ એ.વી.પટેલે વધુ તજવીજ હાથ ધરી છે.
 
                                         
                                        