વરાછામાં નર્સનો પરિવાર યજ્ઞમાં ગયો ને ઘરમાંથી 4 લાખની તસ્કરી
 
                
વરાછા હેલ્થ સેન્ટરની નર્સના બંધ ઘરમાંથી તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 4.07 લાખની તસ્કરી કરી ગયા છે. નર્સના પરિવાર સાથે વતન આવેલા સાસરીમાં ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. તે દરમિયાનમાં તસ્કરીની ઘટના બની છે. અમરોલી નવા કોસાડ ખાતે રહેતી 40 વર્ષીય ઈલાબેન મકવાણા પરિવાર સાથે ઘર બંધ કરી ખેડાના અલેણાગામે સાસરીમાં યજ્ઞમાં ગયા હતા.આ દરમિયાન રાત્રિના અરસામાં તસ્કરોએ તેઓના મકાનના મેઇન દરવાજાના તાળાને કોઈ સાધન વડે તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોનાના ઘરેણાં રૂ.2.47 લાખ, ચાંદીના ઘરેણાં રૂ.1.60 લાખના તેમજ રોકડ 1.10 લાખ મળી રૂ. 4.07 લાખની તસ્કરી કરી ગયા હતા. ઘટના અંગે પડોશીએ પરિવારને જાણ કરી હતી. આ અંગે નર્સએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે તસ્કરીનો ગુનો દાખલ કરી આજુબાજુના કેમેરાના ફૂટેજ મેળવી ચોરોનું પગેરૂ શોધવા કવાયત હાથ ધરી છે.
 
                                         
                                        