શેરડીમાં અરેરાટીભરી ઘટના: તરુણે ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હતો.
ગઈ કાલે તા. ૧૯/૦૬/ ૨૦૧૮માંડવી તાલુકાનાં શેરડી ગામે પંદર વર્ષીય વયના રામ દામજી સંઘાર નામના કિશોરે ગળેફાસો ખાઈને આત્મવિલોપન કર્યો હોવાથી અરેરાટીભરી ઘટના સામે આવી હતી. પોલીસે આપેલી પ્રાથમિક જાણકારી મુજબ , આજે સાંજે સવા છ વાગ્યાના સુમારે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. મરનાર તરુણ તેના ઘરમાથી ગળેફાસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. આ પછી તેને સારવાર માટે માંડવી ખસેડાયો ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કેસમાં તપાસનીશનો સંપર્ક કરતા આ બનાવ પાછળનું કારણ હજુ સામે આવ્યું ન હોવાનું જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.