પશ્ચિમ કચ્છની એલ.સી.બી.પોલીસે વડોદરાથી ગુમ થયેલ બાળકને શોધી તેના વાળીને પરત સોપાયો.
તા : ૧૯.૬.૧૮ : નો બનાવ .
પોલીસ અધિકારીશ્રી કચ્છ ભુજની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી,પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જે એમ આલનાઓ તથા પો. સબ ઈન્સ્પેકટર એમ.બી. ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે .એમ. આલ સાહેબને હકીકત મળેલ કે વડોદરા થી ગુમ થયેક બાળક ભુજ રેલ્વે સ્ટેશન પાસે ન્યુ સલમાન ટી હાઉસ પાસે છે જેની તપાસ કરવા પેટ્રોલીંગના સ્ટાફના કર્મચારીઓને સૂચના આપતા એ જે સુચનાના આધારે તપાસ કરવામાં આવતા તા.૧૬.૬.૧૮ ન1 ગુમ થયેલ બાળક મહાવીર સિંહ સુરેન્દ્ર્સિંહ વાગેલાઉ.વ.૧૬ રહે આજવા રોડ, વડોદરા વાળો મળી આવતા વડોદરામાં તપાસ કરાવતા આ બાળક સબંધે વડોદરા પોલીસ સ્ટેશનમાં આઈ .પી. સી. કલમ 363 મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનું જાણવામાં આવ્યું હતું અને વડોદરા સિટીના ડી.વાય.એસ.પી. શ્રી એફ.કે.જોગલના સંકલનમા રહી મજકૂર બાળકના પિતા સુરેન્દ્ર્સિંહ ચન્દ્ર્સિંહ વાગેલા નું મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવી અને આ બાળકને લેવા તેના વળી તથા વડોદરા પોલીસની ટીમ એફ.કે.જોગલસાહેબના સ્સંકલાંથી રવાના થયેલ છે આ બાળક વડોદરામાં બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલમાં ધો.૯ માં અભ્યાસ કરે છે. સાયન્સ વિષયમાં રુચિ ધરાવે છે અને નવા નવા પ્રોજેકટ બનાવવાનો શોખ હોઈ નવમા ધોરણના અભ્યાસ ક્રમમા આ વિષય આવતા ના હોઈ જેથી અભ્યાસ માં રસ ન લાગતા તા.૧૬.૬.૧૮ ના સાંજના છ વાગ્યે હું ટ્યુશન જાઉં છું એમ કહી ઘરેથી નીકળી કરજણ રેલ્વે સ્ટેશને થી મુંબઈ જતો રહેલ મુંબઈ થી અમદાવાદ અને ત્યાથી આજે ભુજ આવેલ હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.