ગ્રામસભા તેમજ વિધાનસભાની કરજનું વેતન ના ચૂકવતા જાવાનોમાં કચવાટ તંત્ર આંખ ખોલશે?
તા : ૨૦.૬.૧૮ : નો બનાવ
સરહદી કચ્છ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસની માનદ સેવા કરતાં હોમગાર્ડ સભ્યો ને ફરજમાં લેવામાં આવે છે જેમાં ટ્રાફિક નાઈટ વિવિધ મેળા, વી.આઇ. પી. બંદોબસ્ત કે પછી ગ્રામ સભા ચૂંટણી વિધાન સભા કે લોકસભા ની ચૂંટણી માં બંદોબસ્ત માટે બોલાવવામાં આવે છે પરતું સરકારના નીતિ નિયમ મુજબ તેઓને સમાન કામ સમાન વેતન મળતું ન હોવાની જાવાનોમાં લાગણી અને માગણી પ્રવર્તી રહી છે આ અંગે કચ્છના હોમગાર્ડ જવાની પાસેથી મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે તેમજ વિધાનસભાની ચૂંટણી માં ફરજ બજાવનારા હોમગાર્ડ સભ્યો પાસેથી કામ તો લેવાયું હતું પણ ચૂંટણી પંચે દેવાનું હોય છે તે સરકાર દ્વ્રા કોઈપણ કારણ સાર હજુસુધી ન અપાતા માનદ સેવા કરતાં સભ્યોમાં રોશની લાગણી ફેલાવા પામી છે ૨૦૧૭ ની ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ વિધાન સભાની ચૂંટણી માં હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી હતી. જેના માટે ફક્ત ફરજ ભથ્થું જ આપાયું હતું પરંતુ ચૂંટણી શાખા તરફથી આ જવાનોને ચૂંટણી એલાઉન્સ આપાયું ન હોવાની અન્યાય બાબતે ચકચાર ઉઠવા પામી છે સરકારના સમાન સમાન કામ સમાન વેતનના નિયમને નેવે મુકાઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હોમગાર્ડ દળ માં રહી માનદ સેવા કરનારા સભ્યો ના ચૂંટણી ભથ્થું હજુ ન ચૂકવાતા તેવા તેમના માટે જવાબદાર કોને ગણી શકાય? તેવી ચર્ચાઓ દળના સભ્યોમાં ઉઠી રહી છે ત્યારે પોતાના પ્રાઈવેટ કામ ધંધા મૂકી અને મહત્વની ફરજમાં આ જવાનો જતાં હોય છે પરંતુ તેમના કામનું પૂરું મહેનતાણું નિયમ મુજબ કે સમય પર તેઓને મળતું નથી જેથી આ દળમાં જવાનો સક્રિય થઈ રહ્યા છે ત્યારે સરહદી વિસ્તારમાં આગળનું મોરલ નીચે ઉતરતું હોય તેવું લાગી રહ્યું છે કેમકે આ જવાનો ને સરહદી એલાઉન્સ પણ આપવામાં આવતું નથી તેથી આ જવાનો સાથે મજાક સમાન બાબત ગણાવાઇ રહી છે તેઓને કપડાં ધોલાઈના માત્ર ૪ રૂપિયા આપવામાં આવે છે. આ મોંઘવારી માં જવાનોને એક દિવસના રૂપિયા ૩૦૦ તેમજ પરેડના રૂપિયા ૪૦ આપવામાં આવે છે જે હાસ્યાસ્પદ છે જોકે અન્ય રાજયમાં જવાનું કાયમી ગણાય છેત્યારે ગુજરાતમાં જ આ જવાનોને કાયમી કરવા કે તેમનું પગાર ધોરણ વધારવા માટે કોઈ આગેવાનો કે અગ્રણીઓ આગળ આવતા નથી તે પણ એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે ત્યારે આ જવાનોને પણ સમાન સમાન વેતન મળવું જોઈએ તેવી લાગણી દળમાં પ્રસરી રહી છે.