ગરુડેશ્વર તાલુકાનાં માથાસર માર્ગ ઉપર બાઇક પર લઈ જવાતો 33 હજારનો વિદેશી દારૂ પકડાયો

ગરુડેશ્વર તાલુકાનાં માથાસર માર્ગ પર એલસીબીએ બાઇક પર લઈ જવાતા રૂપિયા 33 હજારના વિદેશી દારૂ સહિત રૂ 91 હજારના કુલ મુદામાલ સાથે 3 ઇસમને પકડી પાડ્યા હતા. ઝરવાણી તથા માથાસર વિસ્તારમાં મોટર સાયકલ ઉપર દારૂની હેરફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝરવાણી તેમજ માથાસર વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી હતી. દરમિયાન બે મોટર સાયકલ નંબર જી.જે 22 એમ. 9249તથા જી.જે. 22. કે 4403 ની મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની હેરફેરી કરતાં ગેરકાયદેસર વિદેશી દારૂના ક્વાટર નંગ 330 કિંમત રૂ. 33 હજાર તથા એક મોબાઈલ કિંમત રૂ.3,000 બે મોટર સાયકલ કિંમત રૂ.55 હજાર મળી કુલ કિંમત રૂ. 91 હજારના પ્રોહી મુદામાલ સાથે વિક્રમ હાદીયા વસાવા, શૈલેશ ગોવિંદ વસાવા અને  કમલેશ ઉબડિયા વસાવાને પકડી પાડી તેમના વિરુધ્ધ કાયદેસરની તપાસ કરવામાં આવી છે.