મોરબીમાં મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારીના ઘરમાં તસ્કરી

મોરબીના દફ્તરી શેરીમાં આવેલ એક મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું અને ઘરમાંથી રૂ.49,000ના મુદ્દામાલની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીની દફતરી શેરીમાં રહેતા અને કુબેરનાથ મંદિરમાં પૂજા કરતા ધીમલગીરી હર્ષદગીરી ગોસાઈ કુબેરનાથ મંદિરમાં પુજા માટે ગયા હતા તે દરમિયાન દફતરી શેરીમાં તેમના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેમના ઘરમાંથી તસ્કરો રૂ 10 હજાર રોકડ તેમજ સોનાચાંદીના દાગીનાની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા.આ બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસની ટીમ તેમના ઘરે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. તસ્કરીના બનાવ અંગે કુબેરનાર મહાદેવ મંદિરના પૂજારી ધીમલગીરીએ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ તસ્કરી અંગેની ફરિયાદ લખાવી હતી. જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.