સાવરકુંડલાના ખડકાળા ગામે લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૫ ઇસમો પકડાયા
 
                
સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે રહેતા ભરતભાઇ બાવકુભાઈ ખુમાણ સહિત ૫ ઈસમ જાહેરમાં ઇલેક્ટ્રીક પોલ ઉપર લટકાવેલ લેમ્પના અજવાળે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા હોય. આ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસને બાતમી માલ્ટા દરોડો પાડી ૫ ઇસમોને રોકડ રકમ રૂ. ૮,૪૬૦ ની મતા સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
 
                                         
                                        