વ્યારામાં વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે જ્વેલર્સની નજર ચૂકવી બુરખાધારી 3 મહિલા 1.50 લાખના દાગીનાની ચોરી

વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે દેસાઇ માર્કેટમાં આવેલ શ્રીરામ જ્વેલર્સમાં સાંજના અરસામાં ત્રણ બુરખાધારી કપડા પહેરેલ મહિલાઓ આવી સોનીની નજર ચુકવી આશરે 30 ગ્રામનાં વજન વાળુ 12 જોડી વાળુ સોનાની બુટ્ટીનુ બોક્ષ આશરે કિ.રૂ.1.50 લાખની તસ્કરી કરી નાશી છુટી હતી. દુકાન બંધ કરતા પહેલા દુકાનમાંના દાગીના બોક્ષ ગણી મુકતા હોય ગણતી વેળાએ 12 બોક્ષ ગણતા બાર જોડી બુટ્ટી વાળુ એક બોક્ષ ઓછુ પડતું હોવાથી સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં જોવા મળ્યુ હતુ કે ત્રણ મહિલા મુસ્લીમ બુરખા ધારી કપડા પહેરી આવેલ હતી.અને બુટ્ટી જોવા માંગતા ત્રણ બુટ્ટીનાં બોક્ષ બતાવ્યા હતા. ત્યારબાદ તે મહિલાએ બે જોડી બુટ્ટી પસંદ કરી સાઇડ ઉપર કરાવી ભાવ કરાવેલ, જે પૈકી એક જોડીનાં રૂ.10,300 તથા બીજી જોડી બુટ્ટીનાં રૂ. 8,100 જણાવ્યુ હતુ. ત્યારબાદ આનાથી મોટી બુટ્ટી બતાવવાનું કહી એક બોક્ષ ઉંચકી ટેબલ ઉપર મુકી તેની ઉપર બેસી જાય છે. એક હજાર રૂપિયા આપી બિજા ભાભી કે પાસ સે દુસરે પૈસે લેકે આતે હૈ કહી 1.50 લાખનું 12 જોડી વાળુ સોનાની બુટ્ટીનું બોક્ષ કપડામાં મુકી સાંજના અરસામાં દુકાનમાંથી નીકળી ગયેલ હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાય છે. જે અંગે દુકાન માલિક પરેશભાઇ સુધાકરભાઇ સોનીએ પોલીસ ફરીયાદ લખાવતા પોલિસે સીસીટીવીનાં ફુટેજો મેળવી તે દિશામાં આ બાબતે વધુમાં તજવીજ હાથ ધરી છે.