મોટી ચિરઈ ગામમાથી અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાયો.
મહે. શ્રી ભાવના પટેલ, પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે એલ.સી. બી. ગાંધીધામના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જે.પી. જાડેજા નાઓને મળેલ જાણકારીની હકીકત મળેલ કે નવી મોટી ચિરઈ ગામમાં રહેતા હઠુભા કાનજીભાઈ જાડેજા અંગ્રેજી શરાબ વેચાણ કરે છે અને અંગ્રેજી શરાબનો જથ્થો નવી મોટી ચિરઈ ગામમાં કોલી વાસની નજીક આવેલ ગ્રામ પંચાત આવાસના તેના કબ્જા ભોગવટાના મકાન નં- ૧૮ માં રાખેલ હતો. જે આધારે એલ. સી. બી. ના પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ તથા સ્ટાફ નાઓને જાણકારીના આધારે સૂચના કરતા જાણકારીવાળી જગ્યાએ આવેલ મકાનમાં તપાસ કરતા હઠુભા કાનજીભા જાડેજા હાજર મળી આવેલ નહી નંગ -૪૩૨ કિં રૂ. ૪૩,૦૦૦ /-ના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોપાવમાં આવી હતી. આ કામગીરીમાં એલ.સી.બી. ગાંધીધામના પોલીસ ઈન્સ્પેકટર શ્રી જે.પી. જાડેજા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એમ. કે. ખાંટ તથા સ્ટાફના એ.એસ.આઈ લક્ષ્મણભાઈ આહીર પોલીસ હેડ કોન્સ. રાજેન્દ્રભાઈ પરમાર , પ્રહલાદસિંહ ચુડાસમા, નરસિહભાઈ પઢિયાર તથા પોલીસ કોન્સટેબલ મહેન્દ્રસિંહ જાડેજા ,કમલેશભાઈ ચાવડા ,અજયસિંહ ઝાલા તથા ડ્રા. મેરકુભાઈ આલાણી વગેરે જોડાયેલ.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.