ગાંધીધામમાં પરિવાર સૂતો રહ્યો ને ૧.૬૭ લાખની લૂટ. આરોપી હોશિયાર કે જાણભેદુ ?
કચ્છખબરડોટકોમ ગાંધીધામ : ગાંધીધામની રેલ્વે કોલોનીના રહેણાંક મકાનમાથી ૧.૬૭ લાખની કિં. ના દરદાગીના અને બે મોબાઈલ ફોનની લૂટ થઈ હતી. બનાવ મંગળવારે રાત્રિના બે વાગ્યાથી લઈ છ વાગ્યા દરમ્યાન બન્યો હતો. રેલ્વે કોલોનીમાં રહેતા આનંદ મોહન ઠાકુરે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોધાયેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે અજાણ્યા ચોરે અગાશીના દરવાજામાથી પ્રવેશ કરી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઇસમો ઘરમાં પડેલા ૪ હજારની કિમતના બે મોબાઈલ ફોન અને કબાટમા રહેલા ૧.૬૭ લાખની કિમતના દરદાગીનાની લૂટ કરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.