કરજણમાં ઘરમાંથી રૂ.4.90 લાખના સોનાના દાગીનાની તસ્કરી

કરજણ જૂના બજાર ખાતે આવેલ વેપારીએ પોતાના જૂના ઘરમાં બનાવેલ ઓફિસમાં આવેલી તિજોરીમાં પોતાના પરિવારના સભ્યોના સોનાના દાગીના મૂકીને વેપારી ઓફિસ બંધ કરી પોતાના બીજા ઘરમાં સુવા ગયા હતા. સવારના અરસામાં પોતાની ઓફિસ ખાતે આવીને તપાસ કરતા ઓફિસનું તાળું તૂટેલું હતું અને તિજોરી પણ તૂટેલી હતી તિજોરીના લોકરનો સામાન વેરવિખેર હતો. કુટુંબના બધા સભ્યો ભેગા મળીને તપાસ કરતા તિજોરીમાં મૂકેલ લોકરમા સોનાના દાગીના આમ કુલ મળીને રૂપિયા 490100 ના સોનાના દાગીનાની તસ્કરી થઇ હતી .કરજણના વેપારી મહંમદઅલ્તાફ અબ્દુલરઝાક મેમણે સિનેમા રોડ ખાતે આવેલ પોતાના જૂના ઘરમાં ઓફિસ બનાવેલ છે અને પોતે જૂના બજારમાં આવેલ અશરફ નગરમાં રહે છે .જેમાં સાંજના અરસામાં પોતાની ઓફિસ બંધ કરીને વેપારી મહંમદઅલ્તાફ અશરફ નગર ખાતેના ઘરે ગયેલ. સાંજના અરસામાં જમી પરવારીને સૂઈને સોમવારે સવારના અરસામાં જૂના ઘરમાં આવેલ ઓફિસે જતા ઓફિસની લોખંડની જાળીનો નકૂચો તૂટેલો હોઇ લાકડાનો દરવાજો પણ ખુલ્લો હોઇ અંદર જઈને તપાસ કરતા લોખંડની તીજોરી તેમજ તેના લોકરો પણ ખુલ્લા જણાયા હતા.જેથી વેપારીએ પરિવારના સભ્યોને બોલવી તિજોરીમાં મૂકેલ સોનાના દાગીના જેમાં સોનાની લગડી 4 નંગ કિંમત 170100, સોનાની ચેન 1 નંગ બે તોલા 80000, સોનાનું પેન્ડલ 40000, સોનાની ચેન પેન્ડલ બુટ્ટી સાથે 40000, સોનાનો હાર બે તોલા 80000, ચાંદીના સિક્કા નાના મોટા 400 ગ્રામ કિંમત 20000,રોકડા રૂપિયા 20000 આમ કુલ મળીને 4,90100 કોઈ ચોર અજાણ્યા શખ્સો તસ્કરી કરી જતા વેપારીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.