દહેગામની સૂર્યકેતુ સોસાયટીમાં રહેતા શિક્ષકના ઘરમાંથી 50 હજાર રોકડાની તસ્કરી

દહેગામની સૂર્યકેતુ સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકના ઘરના દરવાજાનું તાળું તોડી તિજોરીમાંથી પચાસ હજાર રૂપિયાની રોકડ અને પાંચ જેટલા ચાંદીના સિક્કા તસ્કરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હોવાનો બનાવ શિક્ષક ચૂંટણી ફરજ બજાવવા ગયા અને પરિવારજનો મતદાન કરવા ગયા તે સમયે બનવા પામ્યો હતો. શહેરની સૂર્યકેતુ સોસાયટીમાં રહેતા શિક્ષક હસમુખભાઈ પટેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવવા ગયા હતા. જ્યારે પરિવારના સભ્યો મતદાન કરવા વતનમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરનાં દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાથી પચાસ હજાર તેમજ પાંચ ચાંદીના સિક્કાની તસ્કરી કરી ગયા હોવાનો બનાવ બનતા હસમુખભાઇ પુત્ર ભાવિક પટેલે દહેગામ પોલીસમાં ફરિયાદ લખાવી છે.