જામનગરમાં મોટી હવેલી પાસે આવેલ આભુષણોની તસ્કરો ત્રાટક્યા

જામનગરમાં મોટી હવેલી નજીક આવેલ આભુષણોની દુકાનને સવારના અરસામાં તસ્કરોએ નિશાન બનાવી હતી. જ્યારે ગ્રેઈન માર્કેટમાં આવેલી એસોસિએશના ઉપપ્રમુખની દુકાનમાં તસ્કરીનો પ્રયાસ થયો છે. હવેલી નજીક આવેલી દુકાનમાં મોટરસાઇકલ સાથે આવેલા બન્ને ઇસમોએ દુકાનના રૂ.22 હજારની તસ્કરી કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે બન્ને ઇસમોની ભાળ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. જામનગરમાં મોટી હવેલી નજીક આવેલ શ્રૃંગાર નામની આભૂષણોની દુકાનમાં તસ્કરી થઈ હોવાનું બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાત્રીના અરસામાં દુકાનને નિશાન બનાવી બે તસ્કરો ખાબક્યા હતાં.દુકાનની અંદર ઘુસેલા ઇસમો રૂ.22 હજારની તસ્કરી કરી ગયા હતાં. આ બનાવની સવારના અરસામાં જાણ થતાં દુકાનદારે સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનમાં લગાવેલ સીસીટીવી કબ્જે કર્યા હતાં. જેમાં બે તસ્કરોની હરકત સ્પષ્ટ દેખાઇ છે. પોલીસે આ બન્ને ઇસમોની ભાળ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.જામનગરના ત્રણ દરવાજા પાસે આવેલ ખાંડ બજારવાળી શેરીમાં આવેલી એક દુકાનમાં તસ્કરોએ નળિયા ખેસવી ગ્રેઈન માર્કેટના એસોસિએશનના ઉપપ્રમુખ પરેશભાઈ મહેતાની પેઢીમાં તસ્કરીના ઇરાદે પ્રવેશ કર્યો હતો. પરંતુ સામાન વેર-વિખેર કરવા છતા કોઇ કિંમતી ચીજવસ્તુ કે રોકડ હાથ લાગી ન હોવાથી તસ્કરોને કડકડતી ઠંડીમાં ફોગટનો ફેરો થયો હતો.