મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો રોકડ રકમ સાથે પકડાયા

મોરબી શહેરના રોહિદાસપરા વિસ્તારમાં વંડા નજીક જાહેરમાં જુગાર રમતા 8 શખ્સોઓને પાકદિ પાડી પોલીસે રોકડ રકમ કબ્જે કરી છે. મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે રોહિદાસપરા વિસ્તારમાં દરોડો પાડી હતો જેમાં જાહેરમાં જુગાર રમતા નરેશ તેજાભાઈ પરમાર, મનીષ અમરશીભાઈ ચૌહાણ,મુકેશ હીરાભાઈ ચાવડા, જયદીપ ભરતભાઇ ચાવડા, અનીલ મનોજભાઈ ચૌહાણ, રમેશ દલપતભાઈ ચૌહાણ, સંજય કલાભાઈ ચૌહાણ અને જયેશ દેવજીભાઇ સોલંકી એમ 8 શખ્સોને પકડી પાડીને 6,500 ની રોકડ રકમ કબ્જે કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.